આપ GST. વિશેની ટેલીની પોસ્ટ્સની શ્રેણીને અનુસરી રહ્યા છો. અમે તાજેતરમાં અમારી પ્રોડક્ટ રોડમેપને પોસ્ટ કર્યું અને જાહેરાત કરી છે કે રિલીઝ 6.0 એ અમારું GST-રેડી સૉફ્ટવેર હશે!

દેશના નિકટવર્તી GST રોલઆઉટની સાથે અમે GST-રેડી સૉફ્ટવેર આવૃત્તિ બનાવવા ને ખૂબ જ નજીક છીએ.

આપને ટેલી સાથે GST-રેડી બનાવવા માટેની અમારી વિગતવાર યોજના આ મુજબ છે:

– એક પ્રિવ્યુ પ્રોગ્રામ જે તમને GST યુક્ત સોફ્ટવેર Tally.ERP 9 Release 6 (બીટા) ડાઉનલોડ કરીને GST સાથે અનુકૂળ બનવા માટે સક્રિય કરે છે.
– Tally.ERP 9 Release 6 (ગોલ્ડ) ના અંતિમ લોન્ચ સાથે સચેત રહો

આ મહત્વપૂર્ણ સમયરેખાઓની નોંધ રાખો

– પ્રિવ્યુ પ્રોગ્રામ 17મી જૂનના સપ્તાહાંતે શરૂ થશે. વધુ માહિતી માટે તમારા ટેલી પાર્ટનર્સનો સંપર્ક કરો
– 26મી જૂન ના સપ્તાહ દરમિયાન Tally.ERP 9 Release 6 નું અંતિમ લોન્ચ.

આ પ્રિવ્યુ માં Tally.Developer 9, Tally.Server 9, અને Shoper 9 નો પણ સમાવેશ થશે

પ્રીવ્યુ રિલીઝ શું છે?
પ્રિવ્યુ રિલીઝ આપને પ્રોડક્ટને ઉપયોગ કરવા અને તેને અનુકૂળ થવા માટે વહેલા એક્સેસ આપે છે.
તમારા ડેટાની એક કૉપિ બનાવો અને પ્રોડક્ટ સાથે પરિચિત બનો. GST રોલઆઉટ પહેલાં મર્યાદિત સમય સાથે, આ પ્રિવ્યુ તમને પોતાને વધુ સારી રીતે તૈયાર કરવામાં મદદ કરશે.

નોંધ: પ્રિવ્યુ રિલીઝ એ ‘gold આવૃત્તિ નથી’, અને તમારે તેને તમારા લાઈવ ડેટા સાથે ઉપયોગ કરવાનું નથી.

પ્રિવ્યુ રિલીઝ સાથે કેવી રીતે શરુ કરવું?
અમારું પ્રિવ્યુ રિલીઝ એ અમારી વેબસાઇટ.પર ઉપલબ્ધ છે. Tally.ERP 9 રિલીઝ 6.0 (બીટા) ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો. તે હંમેશ ની જેમ થોડી મિનિટો જ લેશે.

અમારું “ગ્રાહકની વૉઇસ” કાર્યક્રમ

જીએસટી-તૈયાર સૉફ્ટવેર ટેલી.એઆરપી 9 બનાવવા તરફના આ પ્રવાસમાં, અમે તમારા “વૉઇસ ઓફ ધ કસ્ટમર પ્રોગ્રામ” હેઠળ કેટલાક સાથે નજીકથી કામ કર્યું છે. અમારી પ્રોડક્ટ ટીમએ ભારતભરમાં લગભગ 140 ગ્રાહકો અને પાર્ટનર્સ (રેન્ડમલી પસંદિત) ની યાદી તૈયાર કરી હતી અને અમને તમામ જીએસટી તૈયાર કરવા માટે સતત કામ કર્યું હતું.

આ તકે અમે તમારા દરેકને માટે આભાર વ્યક્ત કરવા ઇચ્છીએ છીએ. આપનું યોગદાન ખરેખર વ્યવહારિક હતું અને વધુ સારું સોફ્ટવેર બનાવવા માટે અમને સહાય કરેલ છે.

આપનો ફરી એકવાર આભાર!

Tally.ERP 9 Release 6.0 (બીટા) ની એક ઝલક મેળવવા માટે આ વિડિઓ જુઓ!

અપડેટ: Tally.ERP 9 Release 6 (GST-રેડી સોફ્ટવેર) હવે ઉપલબ્ધ છે. કૃપા કરીને તેને ડાઉનલોડ કરો અને આ પોસ્ટ માં રીપ્લાય કરીને આપનો ફીડબેક શેર કરો.

 

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

140,586 total views, 418 views today

Avatar

Author: Rakesh Agarwal

Head of Product Management