તમારામાંથી મોટા ભાગનાને અત્યારે 15 અંકની કામચલાઉ ID અથવા GSTIN (ગૂડ્સ અને સર્વિસીસ ટેક્સ આઈડેન્ટિફિકેશન નંબર) પ્રાપ્ત થશે. GST, હેઠળ, તમારા માટે GSTIN ફોર્મેટને જાણવું મહત્વપૂર્ણ છે. તે તમને ખાતરી કરવામાં મદદ કરશે કે તમારા સપ્લાયરોએ તમારા જીએસટીઆઈએનને ઇન્વૉઇસમાં યોગ્ય રીતે ટાંક્યા છે કારણકે તેના પર તમારી ઈનપુટ ક્રેડીટ ટકેલી છે. આ ઉપરાંત તે તમારા ગ્રાહકોને પણ ઇન્વૉઇસમાં તમારા GSTIN ને યોગ્ય રીતે ઉલ્લેખ કરવામાં પણ મદદ કરશે કારણ કે તેમની ઇનપુટ ક્રેડિટ પણ આ ઇન્વોઇસ પર નિર્ભર છે.

આ GSTIN ફોર્મેટ માટે એક માર્ગદર્શિકા છે, જે તમારા માટે યાદ રાખવું સરળ બનાવશે.
structure-gstin

સમજુતી

પહેલા 2 આંકડાઓ : આ ભારતીય વસ્તીગણત્રી 2011 મુજબ રાજ્ય કોડ છે, જે નીચે આપેલ છે:

રાજ્ય કોડરાજ્યરાજ્ય કોડરાજ્ય
01જમ્મુ કાશ્મીર19પશ્ચિમ બંગાળ
02હિમાચલ પ્રદેશ20ઝારખંડ
03પંજાબ21ઓરિસ્સા
04ચંડીગઢ22છત્તીસગઢ
05ઉત્તરાખંડ23મધ્ય પ્રદેશ
06હરિયાણા24ગુજરાત
07દિલ્હી25દમણ અને દીવ
08રાજસ્થાન26દાદરા નગર હવેલી
09ઉત્તર પ્રદેશ27મહારાષ્ટ્ર
10બિહાર28આંધ્ર પ્રદેશ
11સિક્કિમ29કર્ણાટક
12અરુણાચલ પ્રદેશ30ગોઆ
13નાગાલેન્ડ31લક્ષદીપ
14મણીપુર32કેરાલા
15મિઝોરમ33તમિલનાડુ
16ત્રિપુરા34પુડ્ડુચેરી
17મેઘાલય35આંદામાન અને નિકોબાર
18આસામ

 

આગામી 10 આંકડાઓ: આ ધંધાકીય સંસ્થાનો PAN નંબર છે

13મો આંકડો: આ રજિસ્ટ્રેશનના સીરીયલ નંબરને સૂચવે છે જે એકસમાન વ્યવસાય હેઠળ રાજ્યમાં વેપાર માટે છે.એક જ રાજ્યમાં 9 બિઝનેસ વર્ટીકલ રજીસ્ટ્રેશન થઇ શકે છે અને તે 1-9 બિઝનેસ માટેની શ્રેણીમાં હોઈ શકે છે અને 9 થી વધુ રજીસ્ટ્રેશન પછી તે A-Zમાં આવે છે. દાખલા તરીકે જ્યારે રાજ્યમાં ત્રીજા બિઝનેસ વર્ટીકલ હેઠળ વેપાર કરતી વ્યવસાયી સંસ્થાને GSTIN મળે છે ત્યારે તે સંખ્યા 3 જ હશે પરંતુ જ્યારે રાજ્યમાં તેરમાં બિઝનેસ વર્ટીકલ હેઠળ વેપાર કરતી વ્યવસાયી સંસ્થાને GSTIN મળે છે તો તે D હશે

14મો આંકડો: તે મૂળભૂત રીતે ‘Z’જ હશે

15મો આંકડો : આ અંક ‘ચેક્સમ’ સૂચવે છે

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

129,390 total views, 63 views today