સપ્લાય ના પ્રકાર તરીકે માલ નો સપ્લાય અથવા સર્વિસ નો સપ્લાય નક્કી કરવા માટેની સ્પષ્ટતા મોડેલ જી.એસ.ટી. નિયમ નું શિડ્યૂલ – II કરે છે. આ હાલના અપ્રત્યક્ષ (ઈન્ડાયરેક્ટ) ટેક્સ સિસ્ટમ જેમ કે વર્ક કોન્ટ્રાકટ, એસી. રેસ્ટોરન્ટ સર્વિસ, સોફ્ટવેર વગેરે પર સર્વિસ ટેક્સ વિ. વેટ (VAT) માં રહેલી દુવિધા ને દૂર કરવા નો ધ્યેય રાખે છે.

આથી વ્યાપાર માટે એ જાણવું જરૂરી છે કે સપ્લાય એટલે માલ નો સપ્લાય કે સર્વિસ નો સપ્લાય અને તેને અનુલક્ષીને સપ્લાય ની ગણતરી કરવી.

આ કાયદો વ્યાપક રીતે ટ્રાન્સફર, જમીન અને બિલ્ડીંગ, સારવાર અને કાર્યવાહી (થર્ડ પાર્ટી ના માલ પર લાગુ પડતા), અને કન્સ્ટ્રક્શન અને વર્ક કોન્ટ્રાકટ, રેંટિંગ (ભાડે આપવું) વગેરે ને લગતા વ્યવહારો ને આવરી લે છે.

ચાલો આપણે થોડા મહત્વ ના સપ્લાય ઉદાહરણ સાથે સમજીએ.

ક્રમસપ્લાય નું સ્વરૂપકયા સપ્લાય તરીકે ગણાય?ઉદાહરણ
1માલ ના ટાઇટલ થી કોઈ પણ ટ્રાન્સફરમાલફર્નિચર હાઉસ એ શ્રી. ગણેશ ને ફર્નિચર વેચ્યું. આને માલ ના સપ્લાય તરીકે ગણવામાં આવશે કારણ કે ફર્નિચર નું ટાઇટલ શ્રી. ગણેશ ને ટ્રાન્સફર થાય છે.
2માલ ના ટાઇટલ વગર કોઈ પણ ટ્રાન્સફરસર્વિસફર્નિચર હાઉસ એ શ્રી. રાકેશ ને ૩ મહિના માટે ફર્નિચર ભાડે સપ્લાય કર્યું. આને સર્વિસ ના સપ્લાય તરીકે ગણવામાં આવશે કારણ કે ફર્નિચર શ્રી. રાકેશ ના વપરાશ માં ટ્રાન્સફર કરવામાં આવે છે અને ફર્નિચર નું ટાઇટલ ફર્નિચર હાઉસ પાસે જ છે.
3માલ ના ટાઇટલ નું કોઈ પણ ટ્રાન્સફર, એગ્રીમેન્ટ હેઠળ કે જે તે મિલકત ને માલ તરીકે નિયત કરે છે તે માન્ય થયા મુજબ પૂર્ણ શરતો ના ચુકવણા માટેની ફયુચર ડેટ પર પાસ થશે.માલફર્નિચર હાઉસ એ શ્રી. રમેશ ને 6 મહિના ના હપ્તા માં ચુકવણું કરવાના કરાર સાથે ફર્નિચર સપ્લાય કર્યું.આને માલ ના સપ્લાય તરીકે ગણવામાં આવશે કારણ કે 6 હપ્તા ના ચુકવણા મળ્યા પછી ફર્નિચર નું ટાઇટલ શ્રી. રમેશ ના નામે ટ્રાન્સફર થશે.

સામાન્ય રીતે, બધા જ ભાડા-ખરીદી ના સોદા આ વિભાગ હેઠળ ગણાશે.

4કોઈ પણ લીઝ, પાડોશ હક (ઇઝમેન્ટ), ભાડુત હક (ટેનન્સી) અને જમીન ભોગવવા માટે નું લાઇસન્સસર્વિસશ્રી. સુરેશ ફર્નિચર હાઉસ ને જમીન લીઝ પર આપે છે. આ જમીન ભાડે આપવા (લીઝ) ને સર્વિસ ના સપ્લાય તરીકે ગણવામાં આવે છે.
5કોઈ પણ બિલ્ડીંગ જેવા કે વ્યાપારી, ઔદ્યોગિક અથવા રહેણાંક કોમ્પ્લેક્ષ – વ્યાપાર કે ધંધા માટે, સંપૂર્ણપણે કે અંશતઃ લીઝ કે ભાડે આપવાસર્વિસશ્રી. સુરેશ એક બિલ્ડીંગ ફર્નિચર હાઉસ ને ભાડે આપે છે. ફર્નિચર હાઉસ આ બિલ્ડીંગ ને ફર્નિચર ના પ્રદર્શન અને વેચાણ માટે ઉપયોગ કરે છે.આ એક સર્વિસ નો સપ્લાય છે.
6જોબ વર્ક – કોઈ પણ વ્યવહાર કે પ્રક્રિયા કે જે બીજા વ્યક્તિ ના માલ-સામાન પર લાગુ પડતીસર્વિસફર્નિચર હાઉસ તેમના ગ્રાહકોના ફર્નિચર નું સમારકામ અને પોલિશિંગ નું કામ પણ કરે છે.આ સમારકામ અને પોલિશિંગ નું કામ પણ સર્વિસ ના સપ્લાય તરીકે ગણવામાં આવશે.
7વ્યાપારી અસ્ક્યામતો નો નિકાલ કે કાયમી ફેરવણી કોઈ અવેજ સાથે કે અવેજ વગરમાલઆ મુદ્દા પર આપણે સપ્લાય પર જી.એસ.ટી. ની અસર અવેજી અને સર્વિસ ઈમ્પોર્ટ કર્યા વગર બ્લોગ પોસ્ટ માં વિગતવાર ચર્ચા કરેલ છે.
8ખાનગી ઉપયોગ કે બિન-વ્યાપારી ઉપયોગ માટે અવેજ સાથે કે અવેજ વગર મુકેલ વ્યાપારી અસ્ક્યામતોસર્વિસવ્યાપાર માટે ઉપયોગ માં લેવાતી ખાનગી કાર. આ એક સર્વિસ સપ્લાય છે.
9સ્થાવર મિલકત ને ભાડે આપવીસર્વિસદુકાન ની જગ્યા ને ભાડે આપવી એ સર્વિસ ના સપ્લાય તરીકે ગણવામાં આવે છે.
10ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ના સોફ્ટવેર નું ડેવલપમેન્ટ, ડિઝાઇન, પ્રોગ્રામિંગ, અનુકૂલન, ફેરફાર, અપગ્રેડેશન, સુધારા-વધારા, અમલીકરણસર્વિસમેક્સ ટેક્નોલોજીસ લી. એ ફર્નિચર હાઉસ માટે એક પેરોલ સોફ્ટવેર બનાવ્યું. સોફ્ટવેર બનાવવું એ એક સર્વિસ નો સપ્લાય છે.
11વર્ક કોન્ટ્રાકટ, જેવું કે કોઈ સ્થાવર મિલકત ના વર્ક કોન્ટ્રાકટ ના નિષ્પાદન માં સંકળાયેલ માલ (માલ-સામાન કે બીજા કોઈ પણ રૂપ માં) ની મિલકત નું ટ્રાન્સફરસર્વિસમુરલી કન્સ્ટ્રક્શન લી. એ એક વ્યાપારી કોમ્પ્લેક્ષ બનાવ્યું જેમાં સામગ્રી અને મજૂરી નો પણ સમાવેશ થાય છે.આ એક સર્વિસ નો સપ્લાય છે.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

54,931 total views, 4 views today