આ માર્ગદર્શિકા GST ટેક્સ કન્સલ્ટન્ટ્સ (GST ટેક્સ પ્રેક્ટિશનર્સ) માટે લખાયેલ છે. જો તમે વ્યવસાયના માલિક છો, તો પણ તમે વાંચીને માહિતી મેળવી શકો છો અને તમારા ટેક્સ કન્સલ્ટન્ટને ફોરવર્ડ કરી શકો છો .

આવરાયેલ મુદ્દાઓ

 1. પરિચય
 2. ઇન્વોઇસ લેવલ પર જોઈતી વિગતો
 3. ગ્રાહકોના પ્રકાર
 4. જે ગ્રાહકો ડિજિટલાઈઝ્ડ GST ઇન્વૉઇસેસ આપે છે તેઓ સાથે કયા પડકારો છે?
 5. જે ગ્રાહકો મેન્યુઅલી GST ઇન્વોઇસ આપે છે તેની સાથે કયા પડકારો છે?
 6. તારણ

પરિચય

દેશમા GST યુગ આવી ગયું છે. ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે, તમારે ઘણાં કાયદા અને લેખો વાંચવા પડશે અને ઘણી ચર્ચાઓમાં ભાગ લેવો પડશે અને તમે ઘણા વિચારોમાં ખોવાઈ જાવ છો GST થી ભારતમાં વેપાર કરવાની રીત બદલાઈ જશે તેમાં કોઈ શંકા નથી.પરંતુ એક ટેક્સ કન્સલ્ટન્ટના જીવન પર કેવી અસર થશે એ આપણે અહી જોઈએ

ઇન્વોઇસ સ્તરે જોઈતી આવશ્યક વિગતો

હવે જેમ GST રીટર્ન માટે સમયરેખા નિર્ધારિત થઇ છે, તે પ્રમાણે ચાલો આપણે આ રીટર્ન પૂરું પાડવા માટે ઇન્વોઇસ સ્તરે આવશ્યક વિગતો સમજી લઈએ

 1. કરપાત્ર મૂલ્યનો વ્યક્તિગત કર-દર મુજબનો બ્રેક અપ
 2. રાજ્ય કર, કેન્દ્રીય કર અને બાકીના દરેક કર માટે ઇન્ટિગ્રેટેડ કર.
 3. પ્રાપ્તકર્તાઓના યોગ્ય GST IN નંબરો, પુરવઠાની જગ્યા, સ્વીકૃત ફોર્મેટ, તારીખ, ઇન્વોઇસ મૂલ્ય, અને ઇન્વોઇસ નંબર વગેરે
 4. રીટર્ન ફાઇલિંગ માટે એચએસએન-મુજબનો સારાંશ (1.5 કરોડથી ઓછા ટર્નઓવર ધરાવતા વ્યવસાયો માલ-વર્ણન-મુજબ સારાંશ આપે તેવું અપેક્ષિત છે).
 5. ના આધારે ઇન્વૉઇસેસનું વિભાજન:
  • આ પ્રકારની સપ્લાય રિવર્સ ચાર્જના આધારે કરને આકર્ષે છે.
  • ઈ-કોમર્સ ઓપરેટરના GST IN સાથે ઈ-કૉમર્સ ઑપરેટર દ્વારા કરાતી સપ્લાય

કેટલાક અન્ય ઇન્વૉઇસેસિંગ નિયમો છે જે ઉપર મુજબની રીતથી અલગ રીતે અનુસરવાની જરૂર છે;

 1. કોઈપણ B2C ઇન્વૉઇસેસ જ્યાં ઇન્વૉઇસનું મૂલ્ય રૂ. 2.5 લાખ હોય, ઇન્વોઇસ સ્તરની વિગતો સાથે એક અલગ ટેબલમાં કેપ્ચર કરવાની જરૂર છે.
 2. ક્રેડિટ / ડેબિટ નોંધો, નિકાસો, મુક્તિ યુક્ત પુરવઠો, એડવાન્સિસ પર ટેક્સ જવાબદારી, એડવાન્સ એડજસ્ટમેન્ટ વગેરે માટે અલગ કોષ્ટકો બનાવવા જરૂરી છે.

ગ્રાહકના પ્રકારો

નવા GST ટેક્સની તમામ જટીલતા સાથે, શું તમે તમારા ગ્રાહકોને સંભાળવા માટે તૈયાર છો? આને સમજવા માટે આપણે એવા ગ્રાહકો વિશે ચર્ચા કરીશું કે જે GST યુગમાં અસ્તિત્વ ધરાવે છે:

 1. એવા ગ્રાહકો કે જેમણે તેમના GST બિલનું ડિજિટાઇઝેશન કર્યું છે અને તમને રીટર્ન ફાઇલિંગ માટે અલગ ફાઇલ ફોર્મેટમાં ડેટા આપે છે.
 2. એવા ગ્રાહકો કે જેઓ મેન્યુઅલ GST બિલ્સ બનાવે છે અને રીટર્ન ફાઇલિંગ પહેલાં તેમના ઇન્વૉઇસેસને ડિજિટાઇઝ કરવા માટે તમારા પર નિર્ભર રહે છે.

તમને ડિજિટાઇઝ્ડ GST ઇન્વૉઇસેસ આપતા ગ્રાહકો સાથે તમારા પડકારો શું છે?

 1. ઇન્વૉઇસેસમાં ઉપયોગમાં લેવાયેલા એચએસએન કોડ્સ અને ટેક્સ રેટ્સ શું સાચા છે?
 2. શું ઇન્વૉઇસેસમાં આવશ્યક માહિતી શામેલ છે જેમ કે GST IN નંબરો પ્રાપ્તકર્તાઓ, પુરવઠાની જગ્યા અને આવશ્યક માહિતી તેમજ શું તે યોગ્ય રીતે નોંધાય છે?
 3. શું તમારી પાસે એ જાણવાનો સરળ માર્ગ છે કે માહિતીમાં શું ખૂટે છે કે માહિતીમાં શું ભૂલ છે જેથી કરીને તમે રિટર્ન ફાઇલિંગ પહેલાં તેમને ઝડપથી સુધારી શકો?
 4. શું ડેટા ફોર્મેટમાં તમે કોઈ વધુ પ્રયત્નો કર્યા વિના ઝડપથી રીટર્ન ફાઇલ કરી શકો છો?

મેન્યુઅલ GST ઇન્વોઇસ આપતા ગ્રાહકો સાથેના પડકારો

 1. શું તેઓ વાસ્તવમાં મેન્યુઅલ ચોપડાઓ અથવા એક્સેલ ફાઈલમાં પર ચોક્કસપણે તેમના બધા જ GST ઇન્વૉઇસેસ રેકોર્ડ કરી શકે છે?
 2. જો તેઓ GST નામના સિંગલ ટેક્સ ઘટકનો ઉપયોગ કરીને તેમનું વેચાણ નોંધે છે તો તેઓ આ બધાને સંકલિત, રાજ્ય અને કેન્દ્રિય કરોમાં કેવી રીતે વર્ગીકૃત કરે છે?
 3. તમે તે કેવી રીતે ખાતરી કરી શકો કે આપવામાં આવેલ એચએસએન કોડ્સ, રેટ્સ અને ટેક્સની રકમ ખરેખર સાચી છે?
 4. દરેક ઇન્વોઇસ ભૂલ-મુક્ત, ડિજિટાઇઝ્ડ અને સુસંગત છે તે ખાતરી કરવા તમારે કેટલો વધારાનો સમય આપવો પડશે?અને એવા કેટલા ગ્રાહકોને તમે સેવા આપો છો ?

નિષ્કર્ષ

આ પડકારોને ધ્યાનમાં રાખતા આ મુખ્ય મુદ્દાઓ તમારા વ્યવસાયમાં તમને મદદ કરશે:

 1. ઇન્વોઇસ ડિજિટાઇઝેશન એ આજની જરૂર છે. આથી આજે જ પ્રારંભ કરો, અને તમારા ગ્રાહકોને GST- સુસંગત સોફ્ટવેરનો ઉપયોગ કરીને તેમના ઇન્વૉઇસેસને ડિજિટાઇઝ કરવા માટે કહો
 2. તમારા ગ્રાહકનું GST સૉફ્ટવેર દરેક ઇન્વૉઇસની ચોકસાઈ માટે તપાસ કરતું હોવું જોઈએ અને જો ભૂલો હોય તો તેમને સુધારવા માટેની તક તેમાં હોવી જોઈએ. આ તમને પોર્ટલમાંથી અસ્વીકાર દર ઘટાડવા માટે મદદ કરશે.
 3. તમારા ગ્રાહકના GST સૉફ્ટવેરમાં તમને રિટર્ન ફાઇલ કરવામાં આવે તે પહેલાં ડેટા જોવા અને મંજૂર કરવાની તક મળવી જોઈએ.
 4. તમારા ગ્રાહકનું GST સૉફ્ટવેર ફોર્મમાં સૂચવ્યા મુજબના ટેબલ-મુજબની માહિતી સાથેનો રીટર્ન ડેટા બનાવવા માટે સક્ષમ હોવું જોઈએ
 5. ફક્ત માહિતીની ચોકસાઈ જ નહીં, પરંતુ GSTN મુજબ ચોક્કસ રીટર્ન ફોર્મેટમાં રીટર્ન ફાઈલ કરવા માટેની સુવિધા પણ GST સોફ્ટવેરમાં હોવી જરૂરી છે.

આ ઉપરાંત સરળતાથી તમારા ગ્રાહકના ડેટાને ચોક્કસ રીટર્ન ફોર્મેટમાં એક્સપોર્ટ કરીને માત્ર એક બટનને ક્લિક કરવાથી રીટર્ન ફાઇલિંગ પૂર્ણ થતું હોવું જોઈએ. ટેક્સ કન્સલ્ટન્ટ્સ માટેની આ GST ગાઇડ સાથે, અમે આશા રાખીએ છીએ કે તમે સમજી ગયા હશો કે ટેક્સ કન્સલ્ટન્ટનું જીવન GST ના રાજમાં કઈ રીતે સરળ થઇ શકે અને અમારા મહત્વના મુદ્દાથી તમને મદદ મળી હશે.અમે તમારા વિચારો અને ટીપ્પણીઓની આતુરતા પૂર્વક રાહ જોઈએ છીએ

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

250,823 total views, 54 views today

Rishabh Agrawal

Author: Rishabh Agrawal

Working as a Product Manager in Tally Solutions, with 8+ years of experience. Played various customer facing roles during his tenure. Responsible for product marketing & communication during key GST releases of Tally.ERP 9.