અગાઉના બ્લોગ માં, GST અંતર્ગત લેવાતા ટેક્સ વિષે આપણે ચર્ચા કરી હતી.

  • રાજયન્તર્ગત સપ્લાય પર લેવાતા ટેક્સ છે કેન્દ્રીય GST (CGST) અને રાજ્ય GST (SGST)
  • આંતર-રાજ્ય સપ્લાય પર લેવાતો ટેક્સ છે IGST

GST નો અન્ય ભાગ જેના વિષે હવે ચર્ચા થાય છે એ છે – UTGST. UTGST એટલે યુનિયન ટેરેટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (કેન્દ્રશાસિત પ્રદેશ GST)

ચાલો આપણે UTGST સમજીએ, ક્યા સંજોગો માં તે વસૂલાય છે અને કઈ રીતે તે લેવાય છે.

કેન્દ્રશાસિત પ્રદેશ GST (UTGST)

કેન્દ્રશાસિત પ્રદેશ એ સીધા કેન્દ્ર સરકાર ની હેઠળ આવે છે. તે રાજ્યો થી અલગ પડે છે જેમાં તેમની પોતાની ચૂંટેલી સરકાર હોય છે. હાલમાં, ભારત માં ૭ કેન્દ્રશાસિત પ્રદેશો છે:

  1. ચંદીગઢ
  2. લક્ષદ્વીપ
  3. દમણ અને દીવ
  4. દાદરા અને નગર હવેલી
  5. આંદામાન અને નિકોબાર આઇલેન્ડ
  6. દિલ્હી
  7. પોન્ડિચેરી

આ બધામાંથી, દિલ્હી અને પોન્ડિચેરી ને તેમની પોતાની વિધાનસભા છે જેમાં ચૂંટાયેલા સભ્યો અને મુખ્ય મંત્રી છે. આથી, તેઓ અર્ધ-રાજ્ય તરીકે વર્તે છે.

GST માં, SGST કાયદો ભારત ના બધા રાજ્યોને લાગુ પડે છે. ભારતીય બંધારણ માં ‘રાજ્ય’ ની વ્યાખ્યા માં પોતાની વિધાનસભા વાળા કેન્દ્રશાસિત પ્રદેશ નો સમાવેશ થાય છે. આથી, દિલ્હી અને પોન્ડિચેરી કેન્દ્રશાસિત પ્રદેશ ને પણ SGST નિયમ લાગુ પડે છે. આનો અર્થ એમ થાય કે દિલ્હી અને પોન્ડિચેરી માં કરેલ સપ્લાય પર CGST + SGST ટેક્સ લેવાશે અને દિલ્હી/પોન્ડિચેરી માંથી અન્ય રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ માં થતા સપલય પર લેવાતો ટેક્સ થશે IGST.

પોતાની વિધાનસભા ન હોય તેવા કેન્દ્રશાસિત પ્રદેશ પર SGST કાયદો લાગુ પડતો ન હોવાથી, GST પરિષદે (કાઉન્સીલ) UTGST કાયદો ચંદીગઢ, લક્ષદ્વીપ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, આંદામાન અને નિકોબાર આઇલેન્ડ, દિલ્હી અને પોન્ડિચેરી એ સાત કેન્દ્રશાસિત પ્રદેશો પર ટેક્સ વસૂલવા માટે દાખલ કર્યો છે.

UTGST ચંદીગઢ, લક્ષદ્વીપ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, આંદામાન અને નિકોબાર આઇલેન્ડ, દિલ્હી અને પોન્ડિચેરી એ સાત કેન્દ્રશાસિત પ્રદેશો માટે લાગુ પડે છે. Click To Tweet

ટેક્સ વસૂલી

કેન્દ્રશાસિત પ્રદેશ ની અંદર થતા સપ્લાય

કેન્દ્રશાસિત પ્રદેશ ની અંદર થતા સપ્લાય પર CGST + UTGST લેવાશે.

ઉદાહરણ તરીકે: ચંદીગઢ સ્થિત ફર્નિચર સેન્ટર રૂ. ૧૦,૦૦,૦૦૦ ની કિંમતના ૫૦ સોફા સેટ ચંદીગઢ સ્થિત વીણા ફર્નિચર ને સપ્લાય કરે છે.

આ સપ્લાય એ ચંદીગઢ ના કેન્દ્રશાસિત પ્રદેશ ની અંદર છે. સોફા સેટ પર ધારો કે ૧૨% નો GST દર છે. તો ટેક્સ ગણતરી નીચે મુજબ થશે:

વિગતકિંમત (રૂ.)
સોફા સેટ  10,00,000
CGST @ 6%        60,000
UTGST @ 6%        60,000
કુલ   11,20,000

આથી, અહીં તફાવત માત્ર એ છે કે કેન્દ્રશાસિત પ્રદેશ ની અંદરના સપ્લાય પર SGST ને બદલે UTGST લેવાશે.

કેન્દ્રશાસિત પ્રદેશ ની અંદરના સપ્લાય પર CGST અને UTGST લેવાશે . Click To Tweet
કેન્દ્રશાસિત પ્રદેશની બહાર થતા સપ્લાય

કેન્દ્રશાસિત પ્રદેશ માંથી કેન્દ્રશાસિત પ્રદેશ માં કે અન્ય રાજ્ય માં થતા સપ્લાય પર IGST લેવાશે.

ઉદાહરણ તરીકે: ચંદીગઢ સ્થિત ફર્નિચર સેન્ટર, દિલ્હી સ્થિત રમેશ ફર્નિચર ટાઉન ને રૂ. ૧૦,૦૦,૦૦૦ ની કિંમત ના ૫૦ સોફા સેટ સપ્લાય કરે છે.

આ સપ્લાય ચંદીગઢ ના કેન્દ્રશાસિત પ્રદેશ ની બહાર છે. ધારો કે સોફા સેટ પર GST રેટ ૧૨% છે તો આ કિસ્સામાં ટેક્સ ગણતરી નીચે મુજબ થશે.

વિગતકિંમત (રૂ.)
સોફા સેટ  10,00,000
IGST @ 12%     1,20,000
કુલ   11,20,000

આમ, રાજ્ય બહાર થતા સપ્લાય પર લગતા ટેક્સ ની જેમ જ, કેન્દ્રશાસિત પ્રદેશ ની બહાર થતા સપ્લાય પર પણ IGST લાગુ પડશે.

કેન્દ્રશાસિત પ્રદેશ ની બહાર થતા સપ્લાય પર IGST લાગુ પડશે..Click To Tweet
ઉપયોગિતાનો ક્રમ

SGST ક્રેડિટ , ના ઉપયોગ ની જેમ જ ચૂકવવા પાત્ર ટેક્સ ને સેટ-ઓફ કરવા માટે UTGST ક્રેડિટ નો ઉપયોગ કરી શકાય એટલે કે:

ઇનપુટ ટેક્સ ક્રેડિટલાયબિલિટી સામે સેટ-ઓફ
UTGSTUTGST અને IGST (આ ક્રમ માં)

આ ઉપરાંત, UTGST ક્રેડિટ પણ CGST લાયબિલિટી ને સેટ-ઓફ કરવા માટે ઉપયોગ કરી શકાય નહિ.

ઉદાહરણ: ઓગસ્ટ ‘૧૭ ના અંત માં, ચંદીગઢ સ્થિત ફર્નિચર સેન્ટર પાસે ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને ટેક્સ લાયબિલિટી નીચે મુજબ છે:

ઇનપુટ ટેક્સ ક્રેડિટ (રૂ.)ટેક્સ લાયબિલિટી (રૂ.)
CGST1,00,000CGST   80,000
UTGST1,00,000UTGST   80,000
IGST2,00,000IGST2,50,000

અહીં, ફર્નિચર સેન્ટર રૂ. ૧,૦૦,૦૦૦ ની UTGST ક્રેડિટ નો નીચે પ્રમાણે ઉપયોગ કરી શકે:

વિગતકિંમત
UTGST ક્રેડિટ  1,00,000
(-)UTGST લાયબિલિટી સામે સેટ-ઓફ(-) 80,000
બેલેન્સ     20,000
(-)IGST લાયબિલિટી સામે સેટ-ઓફ(-) 20,000
બેલેન્સ         Nil

પોતાની વિધાનસભા ના હોય તેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં SGST ને બદલે UTGST લેવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત, CGST અને IGST બિલ સાથે જ UTGST બિલ ૬ઠી એપ્રિલ, ‘૧૭ ના રોજ પસાર થઇ ચૂક્યું છે.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

168,274 total views, 210 views today