(English) Language

 • English
 • Hindi
 • Marathi
 • Kannada
 • Telugu
 • Tamil
 • Gujarati

નવા ફેરફારોને સમાવવા માટે આ પોસ્ટ 2 ડિસેમ્બર, 2016ના રોજ અપડેટ કરવામાં આવી છે.

3 ઓગસ્ટ, 2016ના રોજ રાજ્યસભામાં 122મું બંધારણીય બિલ લગભગ સર્વાનુમતે પસાર થયું હોવાથી 1લી એપ્રિલ, 2017થી ભારતમાં જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ) શરૂ કરવાનો માર્ગ મોકળો થયો તે દિવસ ભારતીય કર પ્રણાલીના ઈતિહાસમાં લાલ અક્ષરે લખાશે. ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલમાં છેલ્લા એક દાયકામાં ઘણા બધા ફેરફાર થયા છે અને આઝાદી પછી ભારતમાં એકલ સૌથી વિશાળ કર સુધારણા બની રહેશે એવું માનવામાં આવે છે. એક અંદાજ અનુસાર તેનાથી જીડીપી 1.5થી 2 ટકા સુધી વધી શકે છે. એક ભારત, એક કર આ નવા વાસ્તવિકતા બની રહેશે. જીએસટી લગભગ દસ અપ્રત્યક્ષ વેરાને સમાવી લેશે અને ભારતને એકસમાન બજાર બનાવી દેશે. આનાથી માઠી અસરો દૂર થવા સાથે ભારતભરમાં સરળ અભિમુખતા, ટેકનોલોજિકલ પીઠબળ અને એકસમાન પ્રક્રિયાના લાભની વેપાર કરવાની આસાનીમાં નોંધનીય યોગદાન મળશે. જોકે વેપારોની સફળતા મોટે ભાગે આ નવી વાસ્તવિકતા સમજવાની અને અપનાવવાની ક્ષમતા પર આધાર રાખશે, કારણ કે અમુક વર્તમાન વેપાર વ્યવહારોમાં આમૂલ પરિવર્તન લાવવું પડશે.

ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ વિસ્તૃત કર છે, જે ભારતભરમાં માલ અને સેવાઓના પુરવઠા પર લાગુ કરાય છે. જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ) સ્થળ આધારિત ઉપભોગ કર છે અને વેચાણ, ઉત્પાદન કે સેવાની જોગવાઈની વર્તમાન કરપાત્ર ઘટનાઓ સામે પુરવઠો એ કરપાત્ર ઘટના છે. જીએસટી કાયદાના મુસદ્દાનું મોડેલ જૂન 2016માં સૌપ્રથમ જાહેર કરાયું હતું, જે પછી સુધારિત મુસદ્દાનો કાયદો 26મી નવેમ્બર, 2016ના રોજ જાહેર કરાયો હતો. વેપારો, ઉદ્યોગ/ ધંધાનાં સંગઠનો, વ્યાવસાયિકનાં સંગઠનો અને સમ ઔદ્યોગિકો વહેલી તારીખે યોગ્ય ઈનપુટ્સ પૂરા પાડે અને જીએસટી કાયદો લેણદેણ આસાન બનાવવા માટે બધી મૂંઝવણોને પહોંચી વળવાની ખાતરી રાખે તેનું ધ્યાન રાખવાનો સમય પાકી ગયો છે.

પાર્શ્વભૂ

ભારતમાં અપ્રત્યક્ષ કર પ્રણાલીમાં છેલ્લા 5થી 6 દાયકામાં ઘણાં બધા પરિવર્તન આવ્યાં છે. 1986માં મોડવેટ યોજના રજૂ કરવામાં આવી હતી, જે પછી એકસાઈઝ અને સર્વિસ ટેક્સ વચ્ચે ક્રેડિટની ફંજિબિલિટી (2004, વેટની રજૂઆતે (2005થી) વર્ષોનાં વહાણાં વીતવા સાથે કર વહીવટમાં પારદર્શકતા વધારી છે, કરદાતાઓની ઝંઝટ ઓછી કરી છે અને માઠી અસરોને દૂર કરીને આખરે ગ્રાહકોને પણ અપાવ્યો છે. જોકે ભારતનું માળખું એવું છે કે કેન્દ્ર અને રાજ્ય એમ બંને દ્વારા કર લાગુ કરાય છે. આ બંનેમાં ધિરાણના ઉપયોગની સુવિધાના અભાવે પ્રણાલીમાં હજુ પણ આંશિક માઠી અસર છોડી છે. ઉપરાંત ઘણી બધી એજન્સીઓ સંકળાયેલી હોવાથી અભિમુખતાનો બોજ પણ વધ્યો છે. જીએસટી અચૂક રીતે એક કર મારફત ભારતભરમાં એકસમાનતા પ્રેરિત કરીને આ મૂંઝવણોને દૂર કરશે અને કર ધિરાણનો પ્રવાહ સરળ બનવાની ખાતરી રાખશે. સંકલ્પનાની રીતે જીએસટી વેટ જેવું જ છે, એટલે કે, કર પુરવઠા શૃંખલામાં દરેક તબક્કે મૂલ્ય ઉમેરા પર જ લાગુ થશે.

મુખ્ય વિશિષ્ટતાઓ

જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ)ની અમુક મુખ્ય વિશિષ્ટતાઓ નીચે મુજબ છેઃ

નોંધણીઃ

જીએસટીની નોંધણીની મર્યાદા ઈશાન ભારત + સિક્કિમ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે રૂ. 10 લાખ છે અને ભારતના અન્યત્ર રૂ. 20 લાખ છે. જીએસટી હેઠળ આશરે 70-80 લાખ વેપારો નોંધણી થવાની શક્યતા છે. રૂ. 50 લાખથી ઓછું ટર્નઓવર સાથેના નાના ડીલરો પાસે કમ્પોઝિશન સ્કીમ અપનાવવાનો અને ટર્નઓવર પર એકસમાન 1થી 4 ટકાનો કર ચૂકવવાનો વિકલ્પ રહેશે.

* અરુણાચલ પ્રદેશ, આસામ, જમ્મુ અને કાશ્મીર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કીમ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં

જીએસટીની નોંધણીની પ્રક્રિયાઓ પર વધુ વિગતો માટે કૃપયા અહીં વિઝિટ કરોઃ

નોંધણીકૃત ડીલર છો? તો જીએસટીનું ટ્રાન્ઝિશન કઈ રીતે કરવું તે શીખો

નવા જીએસટી રજિસ્ટ્રેશન માટે અરજી કઈ રીતે કરવી

જીએસટી રજિસ્ટ્રેશનમાં સુધારો, રદ કે રિવોક કઈ રીતે કરી શકાશે

ડ્યુઅલ જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ):

ભારતનો ઢાંચો ધ્યાનમાં ડ્યુઅલ જીએસટી નમૂના રૂપે પસંદ કરવામાં આવ્યું છે, જેમાં કર માલ અને સેવાઓના પુરવઠા પર કેન્દ્ર અને રાજ્યો દ્વારા સંયુક્ત રીતે લાગુ કરાશે.

ડ્યુઅલ જીએસટીનાં ઘટકો નીચે મુજબ છે:

 • સીજીએસટી: સેન્ટ્રલ જીએસટી
 • એસજીએસટી: સ્ટેટ જીએસટી
 • આઈજીએસટી: ઈન્ટીગ્રેટેડ જીએસટી

રાજ્યાંતર્ગત લેણદેણ પર સીજીએસટી + એસજીએસટી લાગુ થશે અને આંતરરાજ્ય લેણદેણ પર આઈજીએસટી લાગુ થશે.

જીએસટીના દર:

નીચે મુજબ 3 પ્રકારના દર રહેવાની શક્યતા છેઃ

 • મેરિટ રેટ
 • સ્ટાન્ડર્ડ રેટ
 • ડી- મેરિટ રેટ

કીમતી ધાતુઓ માટે ઓછો દર રહેવાની અને જીવનજરૂરી માલો માટે શૂન્ય દર રહેવાની શક્યતા છે.

અંતર્ગત કરાયેલા કર

જીએસટી હેઠળ અંતર્ગત કરાયેલા કર છેઃ

જીએસટીમાં અંતર્ગતજીએસટી માં પેટાસરવાળો નથી
સેન્ટ્રલ એકસાઈઝમૂળભૂત કસ્ટમ્સ ડ્યુટી
સેવા કરમાનવી ઉપભોગ માટે શરાબ
વેટ / સેલ્સ ટેક્સપેટ્રોલ / ડીઝલ / એવિયેશન ફ્યુઅલ / નૈસર્ગિક વાયુ*
મનોરંજન વેરોસ્ટેમ્પ ડ્યુટી અને પ્રોપર્ટી ટેક્સ
લક્ઝરી ટેક્સટોલ ટેક્સ
લોટરી પર કરઈલેક્ટ્રિસિટી ડ્યુટી
ઓક્ટ્રોય અને એન્ટ્રી ટેક્સ
ખરીદી કર

 

*પછીથી જાહેર થનારી તારીખે જ સમાવિષ્ટ કરાશે

આઈટીસી ઉપયોગિતા:

ટેક્સ લાયેબિલિટી સેટઓફફ કરવા માટે ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની રીત નીચે મુજબ છેઃ

ઈનપુટ ટેક્સ ક્રેડિટ>નિમ્નલિખિતની લાયેબિલિટી સામે સેટ-ઓફફ
સીજીએસટીસીજીએસટી અને આઈજીએસટી (તે ક્રમમાં)
એસજીએસટીએસજીએસટી અને આઈજીએસટી (તે ક્રમમાં)
આઈજીએસટીઆઈજીએસટી, સીજીએસટી, એસજીએસટી (તે ક્રમમાં)

કૃપયા ધ્યાનમાં રાખો કે સીજીએસટી અને એસજીએસટી એકબીજા સામે સેટઓફફ નહીં કરી શકાય

જીએસટી શાસનમાં ટેક્સ લાયેબિલિટી સામે ઈનપુટ ટેક્સ ક્રેડિટ સેટઓફફ કઈ રીતે કરવું

આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર:

ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક અથવા જીએસટીએન નફો નહીં કરતી કલમ 25/ કલમ 8 કંપની છે, જે જીએસટીની બધી ઈ- નોંધણીની આવશ્યકતાઓને પહોંચી વળવા માટે આઈટી પીઠબળ (બેકએન્ડ અને ફ્રન્ટએન્ડ) અને પોર્ટલ રજૂ કરવા જાહેર- ખાનગી ભાગીદારી (ખાનગી કંપનીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકાર હિસ્સાધારકો છે) હેઠળ રચવામાં આવી છે. આ નોડલ એજન્સી રહેશે, જે બધી પ્રક્રિયા, ફોર્મ્સ અને દેશમાં થતા બધા વેપારોનું નિયંત્રણ રાખશે.

જીએસટી કાઉન્સિલ:

આ કાઉન્સિલ રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં જ 60 દિવસમાં રચાશે, જેમાં રાજ્યનું બેતૃતીયાંશ, કેન્દ્રનું એકતૃતીયાંશ પ્રતિનિધિત્વ હશે. જીએસટી કાઉન્સિલ કર દર, વિખવાદ નિવારણ, મુક્તિ વગેરે સહિત સંબંધિત બધા નિર્ણયો લેશે. જીએસટી કાઉન્સિલનાં સૂચનો (75 ટકા વોટ) કેન્દ્ર અને રાજ્યો પર પણ બંધનકારક રહેશે.

વેપાર પ્રક્રિયા

નોંધણીઃ

મોજૂદ ડીલરો આપોઆપ માઈગ્રેટ થશે અને તેમને નિમ્નલિખિત માળખા સાથે 15 આંકડાનો પેન આધારિત જીએસટીઆઈએન અપાશે.

રાજ્યનો કોડપેનકંપનીનો કોડકોરોઆંકડા તપાસો
123456789101112131415

કંપનીનો કોડ રાજ્યમાં ઘણી બધી વેપાર ક્ષિતિજો ધરાવતા કરદાતાઓ માટે લાગુ થશે.

વળતરોઃ

જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ) શાસન નિમ્નલિખિત ફેરફારો રજૂ કરે છેઃ

 • • જીએસટી શાસનમાં બધા વેપારીઓએ આવશ્યક ત્રિમાસિક કે વાર્ષિક રિટર્ન્સ સાથે ફરજિયાત માસિક રિટર્ન્સ ભરવાના રહેશે. હાલમાં ત્રિમાસિક કે અર્ધવાર્ષિક (જેમ કે સર્વિસ ટેક્સ વગેરે માટે રિટર્ન) ભે તે વેપારોએ પણ દર મહિને રિટર્ન ભરવા પડશે.
 • • હાલમાં 1 ઈવેન્ટની જગ્યાએ દર મહિના 3 કોમ્પ્લાયન્સ ઈવેન્ટ્સ રહેશે. આનો અર્થ વેપારોએ આજે 1 રિટર્ન ફાઈલ કરે છે તેની જગ્યાએ ફોર્મ જીએસટીઆર-1, ફોર્મ જીએસટીઆર-2 અને ફોર્મ જીએસટીઆર-3 (નીચે બતાવ્યા મુજબ) ભરવાની આવશ્યકતાનું પાલન કરવાનું રહેશે.
 • • પ્રથમ કોમ્પ્લાયન્સ ઈવેન્ટ (ફોર્મ જીએસટીઆર-1 નોંધાવવું)ની આખર તારીખ વર્તમાન વેટ શાસનમાં 20મી આખરી મુદત સામે ત્યાર બાદના મહિનાની 10મી આખર તારીખ રહેશે.
 • • કમ્પોઝિશન સ્કીમ તરફેણજનક વિકલ્પ નહીં રહેશે, કારણ કે રિટર્ન ત્રિમાસિક ભરવાના રહેશે અને તે રિટર્ન્સમાં વિગતો અગાઉની જેમ વેચાણ એકસામટી રકમમાં થતું હોવા છતાં ખરીદીઓ સંબંધી નોંધાવવાના રહેશે. આ યોજનામાં વધુ એક મોટી સમસ્યા નિમ્નલિખિત શૃંખલાને ઈનપુટ ધિરાણની બિન- ઉપલબ્ધતા છે, જેનાથી કમ્પોઝિટ ડીલરો માટે વેચાણ ભાવ વધશે. આનો અર્થ વેપારો આ ડીલરો પાસેથી તેમની ખરીદી ઓછી કરશે.

નિયમિત ડીલરઃ માસિક ફાઈલિંગ

 • ફોર્મ જીએસટીઆર 1: બધા સેલ ઈનવોઈસીસ અપલોડ કરો (10મી સુધી).
 • ફોર્મ જીએસટીઆર – 2એઃ પુરવઠાકાર દ્વારા આપવામાં આવેલા ફોર્મ જીએસટીઆર 1ને આધારે પ્રાપ્તિકર્તાને ઉપલબ્ધ કરાયેલા ઈનવર્ડ પુરવઠાઓની ઓટો- પોપ્યુલેટેડ વિગતો. (11મીએ).
 • ફોર્મ જીએસટીઆર 2- ફોર્મ જીએસટીઆર 2એમાં ઉમેરો (દાવા) કે સુધારણા ફોર્મ જીએસટીઆર 2માં સુપરત કરવાની રહેશે (15મીએ).
 • ફોર્મ જીએસટીઆર-1એ- ફોર્મ જીએસટીઆર 2 ફોર્મમાં પ્રાપ્તિકર્તા દ્વારા ઉમેરો, સુધારો કે કાઢી નખાયા મુજબ આઉટવર્ડ પુરવઠાની વિગતો પુરવઠાકારને ઉપલબ્ધ કરાશે (20મીએ).
 • ફોર્મ જીએસટીઆર 3- ઓટો- પોપ્યુલેટેડ ફોર્મ જીએસટીઆર 3 સુપરત કરો 20મી સુધી.
 • ફોર્મ જીએસટીઆર 9- વાર્ષિક રિટર્ન- ઉપલબ્ધ આઈટીસી અને ચૂકવેલી જીએસટીની વિગતો આપો, જેમાં સ્થાનિક, આંતરરાજ્ય અને આયાત/ નિકાસ (આગામી નાણાકીય વર્ષની 31મી ડિસેમ્બર).

કમ્પોઝિશન ડીલરઃ ત્રિમાસિક ફાઈલિંગ

 • ફોર્મ જીએસટીઆર- 4એઃ પુરવઠાકારો દ્વારા અપાયેલી ફોર્મ જીએસટીઆર-1ના આધારે કમ્પોઝિશન યોજના હેઠળ નોંધણીકૃત પ્રાપ્તિકર્તાને ઉપલબ્ધ કરાયેલા ઈનવર્ડ પુરવઠાની વિગતો (ત્રિમાસિક).
 • ફોર્મ જીએસટીઆરઃ માલ અને સેવાઓના બધા આઉટવર્ડ પુરવઠા આપો. આમાં ફોર્મ જીએસટીઆર 4એમાંથી ઓટો- પોપ્યુલેટેડ વિગતો, ચૂકવવાપાત્ર કર અને કરની ચુકવણીનો સમાવેશ થાય છે (ત્રિમાસિકના અંત પછી 18મી સુધી સુપરત કરવાનું રહેશે).
 • ફોર્મ જીએસટીઆર 9એઃ કર ચુકવણીની વિગતો સાથે નોંધાવેલા ત્રિમાસિક વળતરોની એકત્રિત વિગતો આપો (આગામી નાણાકીય વર્ષની 31મી ડિસે.)

જીએસટી રિટર્ન્સ પર વધુ વિગતો માટે આ બ્લોગ પોસ્ટની વિઝિટ કરોઃ

જીએસટી હેઠળ રિટર્ન્સના કયા પ્રકાર છે?

તમારા જીએસટી રિટર્ન્સ કઈ રીતે નોંધાવશો?

ચુકવણીઓ:

 • રૂ. 10,000ની રકમ માટે ફરજિયાત ઈ-પેમેન્ટ.
 • ઓનલાઈન: એનઈએફટી/ આરટીજીએસ / આઈએમપીએસ
 • ઓફફલાઈન: રોકડ / ચેક/ ડીડી/ એનઈએફટી/ આરટીજીએસ વગેરે
 • ચલાન ઓટો- પોપ્યુલેટેડ હોઈ ડાઉનલોડ કરી શકાય છે.

રિફંડ્સ:

રિફંડ પ્રક્રિયા સ્વયંચાલિત રહેશે અને જ્યાં પણ લાગુ હોય ત્યાં છાનબીન વિના અરજી કરાઈ હોય ત્યારે જોગવાઈની રીતે 90 ટકા રિફંડ મંજૂર કરાશે.

મુખ્ય પ્રભાવનાં ક્ષેત્રો

વેપારો માટે મુખ્ય પ્રભાવનાં ક્ષેત્રો આ રહેશે:

 • ટેકનોલોજી અપનાવવાનું મહત્ત્વપૂર્ણ: બધી પ્રક્રિયા ઓનલાઈન થવાની હોવાથી અને રિટર્ન ફાઈલિંગ ગ્રેન્યુલર પ્રકાર (ઈનવોઈસ અનુસાર) હોવાથી કર દાતાએ કાર્યક્ષમતા અને અસરકારકતાની ખાતરી રાખવા માટે અનુકૂળ ટેકનોલોજી અપનાવવાની રહેશે. અગાઉથી વિપરીત પેપર ફાઈલિંગ વિકલ્પ નહીં રહેશે/strong>
 • ભારતભરની બજારને પહોંચ: આંતરરાજ્ય અને રાજ્યાંતર્ગત વેપારો કર નિષ્પક્ષ બની જશે અને આખું ભારત અભિમુખતાની ઝંઝટ વિના વેન્ડરો અને ગ્રાહકો સ્રોત કરવા માટે ખૂલી જશે.
 • રોકડ પ્રવાહનું નિયોજન: ખરીદી પર ઈનપુટ ટેક્સ ક્રેડિટ રિટર્ન નોંધાવવા દરમિયાન જોગવાઈની રીતે જ અપાશે અને અનુરૂપ વેચાણ અપલોડ થયા પછી જ અને પુરવઠાકાર દ્વારા લાયેબિલિટી પૂરી કર્યા પછી જ કન્ફર્મ્ડ થશે. આથી સુમેળ નહીં હોય તો રોકડ પ્રવાહોને અસર થશે. કોઈ પણ પુરવઠો કરપાત્ર હોવાથી શાખા ટ્રાન્સફર્સ ટેક્સ લાયેબિલિટીમાં પરિણમીને કેશ બ્લોકેજ થશે. જીએસટી પ્રાપ્ત એડવાન્સીસ પર પણ લાગુ થશે અને રિવર્સ ચાર્જ માલોને પણ લાગુ કરાશે. વેપારોએ તેથી વેપાર અને માળખાની લેણદેણ અસરકારક રીતે કરવા માટે પુનઃવિચાર કરવાનો રહેશે.
 • આસાન અભિમુખતાઃ  જીએસટીમાં વેપારોએ ગ્રેન્યુલર સ્તરનો ડેટા (ઈનવોઈસ અનુસાર) પૂરો પાડવાનો રહે છે, જે એચએસએન કોડ્સ સાથે નોંધવાનો રહે છે. સારી વાત એ છે કે આ અભિમુખતા જીએસટીમાં આસાન બની રહેશે, કારણ કે મોટા ભાગના પ્રવર્તમાન અપ્રત્યક્ષ કર દૂર થવાના છે અને આમાં ટેકનોલોજીનો ટેકો મળવાનો છે. જીએસટી સાથે સરકારે ઈનપુટ ક્રેડિટ કાપીને તેમના રિટર્ન્સ અપલોડ નહીં કરતા વેન્ડરોની પાછળ પડવા નહીં પડે
 • શાખા/ પુરવઠા શૃંખલાની પુનઃબાંધણીઃ કર વિચારણાઓ (કન્સેશનલ સીએસટી રેટ લેવા)ને લીધે બહુરાજ્ય હાજરી બનાવનારા વેપારોએ તેમના વેરહાઉસ અને શાખાના નેટવર્કનું પુનઃનિયોજન કરવાનું રહેશે અને તેમને રાજ્યવારને બદલે બજારોની નજીક લાવવા પડશે.
 • કિંમતની વ્યૂહરચનાઃ માઠી અસર નાબૂદીને લીધે પ્રોડક્ટોની કિંમતો નીચે આવવાની શક્યતા છે. આથી વેપારોએ પ્રાપ્તિ અને વેચાણમાં નવી વાસ્તવિકતાઓ સાથે સુમેળ સાધવાનો રહેશે.
 • કરાર માટે પુનઃવાટાઘાટઃ કામના કોન્ટ્રાક્ટ અને અન્ય બહુવર્ષ પુરવઠા સોદાઓ પર જીએસટીનો દર શોષવા માટે પુનઃવાટાઘાટ કરવી પડશે. કર એડવાન્સ પર પણ લાગુ થવાનો હોવાથી આવી સ્થિતિઓ પર ફેરવિચાર કરવો પડશે. 

હવે પછી શું?

રાજ્યસભામાં 122મા બંધારણીય સુધારણા બિલ પસાર થવા સાથે આગામી તાત્કાલિક પગલાં નીચે મુજબ રહેશે:

 • આ બંધારણીય સુધારણા હોવાથી કમસેકમ 15 રાજ્ય વિધાનસભાઓએ પણ બિલને મંજૂર કરાવી લેવાં પડશે.
 • બિલને રાષ્ટ્રપતિની સંપતિ મળ્યા પછી અને સંમતિ પ્રાપ્ત થયા પછીની તારીખથી આગામી 60 દિવસમાં જીએસટી કાઉન્સિલની રચના કરવાનું આવશ્યક છે.
 • સંસદના શિયાળુ સત્રમાં સીજીએસટી અને આઈજીએસટી બિલો (સંભવત: નાણાં બિલ તરીકે)ને મંજૂરી અને 29 રાજ્ય વિધાનસભામાં એસજીએશટી બિલને મંજૂરી.
 • xજાન્યુઆરી 2017 સુધી જીએસટી નેટવર્ક શરૂ કરાશે.

આ કામ અઘરું લાગે છે, પરંતુ શક્ય બની શકે છે.

આપણા બધા માટે હવે પછી શું છે

1લી એપ્રિલ, 2017 જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ) રજૂ કરવાની શક્ય તારીખ હોવાથી કરદાતાઓએ આ દિશામાં તૈયારી માટે અનેક પગલાં લેવા જરૂરી છે. આરંભ માટે સ્પષ્ટ ઓપનિંગ બેલન્સ ધરાવવા સંક્રમણ ચાવી રહેશે.

 1. વર્તમાન શાસન (સેનવેટ, વેટ)માંથી ઈનપુટ ટેક્સ ક્રેડિટ (રિટર્ન્સ, ઈનપુટ્સ, કેપિટલ ગૂડ્સમાં) જીએસટી (સીજીએસટી, એસજીએસટી)માં કેરી ફોર્વર્ડ કરાશે. આથી હિસાબ અપડેટ રાખવાનું મહત્ત્વપૂર્ણ રહેશે. તેનાથી કંપનીઓને આકલન કરવામાં મદદ મળશે, કારણ કે તે જ સમયે આંકડાઓ ધ્યાનમાં લેવાશે અને જો તેમાં કોઈ પણ અસ્પષ્ટતા હશે તો વેપારોએ ઘણી બધી નાણાકીય અને બિન નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
 2. ઈઆરપીમાં બધા અકાઉન્ટિંગ અને પાર્ટી માસ્ટરોને કાનૂની વિગતો ભરીને એ રીતે અપડેટ રાખવાની જરૂર છે કે જીએસટીનું સંક્રમણ આસાન બને.

હંમેશની જેમ ટેલી કાનૂની ફેરફારોની સમજદારી અને અપનાવવા સાથે વેપારોને સહાય કરવામાં આગેવાન છે. ટેલી.ઈઆરપી9નું અત્યંત આસાન નિવારણ ઝડપી માઈગ્રેશનની અને જીએસટીની કાનૂની આવશ્યકતાઓના આસાન હેન્ડલિંગની ખાતરી રાખશે.

આ નોંધ જાહેર ઉપલબ્ધ માહિતી પરથી તૈયાર કરવામાં આવી છે. જોકે વાસ્તવિક જીએસટી દરો અને વેપાર પ્રક્રિયા તે રજૂ કરવામાં આવે ત્યાં સુધીમાં નોંધનીય ફેરફાર હેઠળ પસાર થવાની શક્યતા છે.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

330,409 total views, 114 views today

Santosh HR

Author: Santosh HR

Product leader and GST expert with keen focus on the ever changing indirect taxation landscape of India.